મુંબઈમાં તબક્કાવાર રસ્તા પર વધુ ૨,૦૦૦ ઈ-બસ દોડતી થઈ જશે.

કેન્દ્ર સરકાર દ્વારા ઈ-બસ વધુને વધુ દોડાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ઈ-બસ પર્યાવરણને અનુરૂપ હોય છે. વીજળી પર દોડતી હોવાથી તેનો ખર્ચ પણ ઓછો આવે છે. તેમ જ પ્રદૂષણ પણ થતું નથી, તેથી બેસ્ટ ઉપક્રમ દ્વારા પણ મુંબઈમાં વધુને વધુ ઈ-બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

બેસ્ટ દ્વારા ઈ-બસની સંખ્યા વધારવામાં આવી રહી છે. તેમાં સિંગલ બસની સાથે ડબલ ડેકર બસનો પણ સમાવેશ થાય છે, જેમાં ડબલડેકર બસની સંખ્યા ૧૦૦ કરતા વધુ હશે. એ સિવાય ૪૦૦ બસ આગામી ડિસેમ્બર સુધીમાં તબક્કાવાર દાખલ થવાની છે. બેસ્ટના કાફલામાં હાલ પોતાની માલિકીની ૪૮ ડબલડેકર, સિંગલ ૧,૪૭૭ બસ એ ૪૬૦ મિડી અને ઈ-બસનો સમાવેશ થાય છે. બાકીની બસ ભાડા પરની છે.

ડીઝલની વધતી કિંમતને કારણે ખર્ચ ઓછો કરવા માટે ડીઝલ પર માલિકીની બસને પણ હવે સીએનજીમાં રૂપાંતર કરવામાં આવી રહી હોવાનું બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રએ કહ્યું હતું.

Leave a Comment