ધોરણ ૬થી ૮ની સ્કૂલો બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

ગુજરાત સરકારે અંતે ધો.૬થી૮ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરૂ કરવાનો નિર્ણય લીધો છે અને જે મુજબ બીજી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬થી૮માં કલાસરૂમ શિક્ષણ શરૂ થશે.

કોરોનાની બીજી લહેરને પગલે માર્ચમાં સ્કૂલો બંધ થયા બાદ છ મહિને ફરી પ્રાથમિક સ્કૂલો શરૂ થશે. આજે મળેલી સરકારની કેબિનેટની મીટિંગમાં પ્રાથમિક સ્કૂલો પણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.

બાળકોની હાજરી મરજિયાત રહેશે, વાલીઓની સંમતિ લેવાશે સ્કૂલે ન આવનારા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રખાશે

કોરોનાની પ્રથમ લહેર બાદ દિવાળી પછી જાન્યુઆરીમાં સૌપ્રથમ માધ્યમિક સ્કૂલો અને ત્યારબાદ ૧૮ ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો.૬થી૮ની સ્કૂલો શરૂ થઈ હતી.પરંતુ સ્કૂલો હજુ એક મહિનો ચાલી ત્યાં તો માર્ચમાં કોરોનાની બીજી લહેરને પગલે તમામ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.

જો કે બાળકોની હાજરી મરજીયાત રહેશે અને વાલીઓની સંમતિ લેવામા આવશે. ૬ મહિના બાદ પ્રાથમિક સ્કૂલો ૬ ફરી શરૂ થતા સ્કૂલોના કેમ્પસમાં નાના બાળકો થી ફરી ગૂંજી ઉઠશે.સ્કૂલને ન આવનારા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામા આવશે.

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો