
Open Schools in March Gujarat |માર્ચમાં પ્રાથમિક શાળાઓ શરૂ થશે, ઉનાળાનું વેકેશન ટૂંકું રહેશે,
Advertisement
Advertisement
Advertisement
Advertisement
આ તમને ગમશે
1 ફેબ્રુઆરીથી ઘોરણ 9 અને 11ના વર્ગો શરુ થયાં હતાં
કોરોના મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ હતું. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતુ હતું. પરંતુ ગત 11 જાન્યુઆરીએ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યાં હતાં. બાદમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામા આવતાં હવે રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. અમદાવાદની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓને નિયમો પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમને ઓનલાઈન કરતાં વધુ સ્કૂલમાં ભણવાનું ગમે છે.
- ગત 11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના તથા 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામા આવ્યા હતા
- 8મી ફેબ્રુઆરીથી રાજ્યમાં કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો પણ શરૂ કરાયા હતા
- રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે.
- અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે.
- ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે.
- ઉનાળુ વેકેશન ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવા માટે નું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે.
ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે
ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે.
for more info : click here
આ માહિતી દિવ્યભાસ્કર પરથી લીધેલી છે
