
1. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ અને પેન્ટાગોન પર 9/11 એ હુમલો થયો. દરમિયાન 4 પ્લેન હાઈજેક કરવામાં આવ્યા. આ હુમલા પાછળ ઓસામા બિન લાદેન માસ્ટર માઈન્ડ હતો.
2. 23 નવેમ્બર, 1996 માં ઇથિયોપિયા એરલાઇન્સ ફ્લાઇટ 961 ને હાઈજેક કરવામાં આવી. ત્રણ રેન્ડમ ઇથોપિયનોએ ઓસ્ટ્રેલિયામાં રાજનૈતિક શરણ માટે આ હાઈજેકીંગ કર્યું. દુર્ભાગ્યે પ્લેનના બંને એન્જિન ફેલ થઈ જતા દેશમાં 122 લોકો માર્યા ગયા હતા.
3. 23 નવેમ્બર 1985 ના રોજ ઇજિપ્ત એર ફ્લાઇટ 648 કૈરોથી એથેન્સ જઇ રહી હતી. અબુ નિદાલ સંગઠનના ત્રણ પેલેસ્ટિનિયન સભ્યોએ તેને હાઇજેક કરી હતી. આ દુર્ઘટનામાં 88 મુસાફરોમાંથી 88 ના મોત થયા હતા.
4. ડિસેમ્બર 25, 1986 ના રોજ ઇરાકી એરવેઝની ફ્લાઇટ 163 નું બગદાદથી અમ્માન જતા હિઝબુલ્લાહના ચાર સભ્યોએ હાઈજેકીંગ કર્યું. પ્લેનમાં પેસેન્જર કેબિન અને કોકપિટમાં ગ્રેનેડ વિસ્ફોટથી પ્લેન ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટનામાં 106 માંથી 60 મુસાફરો અને ૩ ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા હતા.
5. સપ્ટેમ્બર 1986 ના રોજ સૈન એમ ફ્લાઇટ 73 કરાચીથી ફેન્કફર્ટ જવાની હતી. એરપોર્ટ સિકયુરિટી ગાર્ડ્સના વેશમાં અબુ નિદાલ સંસ્થાના ચાર સભ્યોએ આ પ્લેન હાઇજેક કર્યું. આ હાઇજેક દરમિયાન 20 મુસાફરો માર્યા ગયા હતા જેમાં 12 ભારતીય હતા.
